VIDEO: ડોડામાં કોલેજ બિલ્ડિંગ માટે યુવાનોના ઉપવાસ ચાલુ
સોર્સ : gstv
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ગવર્નમેન્ટ ડિગ્રી કોલેજ થાથરીના બિલ્ડિંગ નિર્માણની વર્ષો જૂની માંગણીને લઈને ૪ સ્થાનિક યુવાનોએ શરૂ કરેલા આમરણ ઉપવાસ સતત ચાલુ રહ્યા છે. કોલેજની પોતાની ઈમારત ન હોવાના કારણે વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેને પગલે યુવાનો આંદોલનના માર્ગે ઉતર્યા છે. સ્થાનિક રહીશો અને વિદ્યાર્થીઓ પણ આ ભૂખ હડતાળને વ્યાપક સમર્થન આપી રહ્યા છે. યુવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા કોલેજના ભવન નિર્માણ અંગે કાયદેસર અને નક્કર બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી .

