VIDEO: પેપર લીક મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ
સોર્સ : gstv
ચંડીગઢમાં પેપર લીક સહિત પંજાબના મહત્વના મુદ્દાઓને લઈને ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ યોજાયો હતો. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબના નેતૃત્વમાં પંજાબ યુથ કોંગ્રેસના પ્રમુખ શુભમ શર્મા શૂબી અને અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. વિરોધને રોકવા માટે પોલીસે બેરિકેડ લગાવ્યા હતા અને ભીડને નિયંત્રિત કરવા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને આગળ વધતા અટકાવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી

