VIDEO: ચંડીગઢમાં યુવાનોનું ડ્રગ્સ વિરોધી અભિયાન
સોર્સ : gstv
ચંડીગઢના સેક્ટર-17માં યુવાનો દ્વારા ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન યોજાયું હતું. અભિયાન દરમિયાન યુવાનોએ લોકોને નશાના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી. મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા અને ડ્રગ્સના સેવન સામે જાગૃતિ ફેલાવી હતી. યુવાનોએ નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો. આ દરમિયાન ડ્રગ્સના દુષ્પ્રભાવ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. યુવાનોએ જણાવ્યું હતું કે નશાની લત વ્યક્તિ સાથે તેના પરિવાર અને સમગ્ર સમાજને પણ અસર કરે છે. અભિયાનમાં જોડાયેલા લોકોએ ડ્રગ્સનો વિરોધ કરવાની અને અન્ય લોકોને પણ નશાથી દૂર રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ દરમિયાન યુવાનોના રિએક્શન પણ સામે આવ્યા હતા.

