VIDEO: યાસીન મલિક પત્ની મુશાલ મલિક સાથેના લગ્નનો અંત લાવવા કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું
સોર્સ : gstv
તિહાર જેલમાં બંધ આતંકી યાસીન મલિકે જમ્મુની ટાડા કોર્ટમાં દાખલ કરેલા ૨૫ પાનાના સોગંદનામામાં પત્ની મુશાલ મલિક સાથેના લગ્નનો અંત લાવવાની જાહેરાત કરી છે. છેલ્લા આઠ વર્ષથી પત્નીનો અવાજ ન સાંભળ્યાનું જણાવી તેણે કહ્યું કે તે નથી ઈચ્છતો કે મુશાલ વિધવા જેવું જીવન વિતાવે કે અનિશ્ચિતતામાં જીવે. ફાંસી કે લાંબી જેલની સજાની શક્યતા વચ્ચે તેણે પત્નીને આ બોજમાંથી મુક્ત કરવાનો અત્યંત પીડાદાયક નિર્ણય લીધો છે, જેથી તે ગૌરવ અને આશા સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કરી શકે.

