VIDEO: રિયાસીના સલાલ ડેમના તમામ દરવાજા ખોલાયા
સોર્સ : gstv
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે ચેનાબ નદી અને સલાલ ડેમ જળાશયમાં પાણીની આવકમાં તીવ્ર વધારો થયો છે. ડેમની જળસપાટી નિયંત્રિત કરવા અને વધારાનું પાણી છોડવા માટે તંત્ર દ્વારા સલાલ ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતાં ચેનાબ નદીનો પ્રવાહ તથા પાણીનું સ્તર ભયજનક રીતે વધી ગયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અને નદી કિનારે ન જવાની કડક સૂચના આપી છે. ભારે વરસાદની શક્યતા વચ્ચે ઈમરજન્સી સેવાઓ એલર્ટ પર મૂકવામાં આવી છે અને તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

