VIDEO:નાગપુરમાં વર્લ્ડ પોહા ડેની ધૂમ! 3000 કિલો તરી પોહા બનાવી ઉજવણી
સોર્સ : GSTV
મહારાષ્ટ્રના નાગપુરમાં વર્લ્ડ પોહા ડેની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. પ્રખ્યાત શેફ વિષ્ણુ મનોહરે ખાસ આ દિવસે ત્રણ હજાર કિલો તરી પૈવા બનાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અનોખા પ્રયાસ પાછળનો હેતુ નાગપુરના પ્રખ્યાત પોહાને વિશ્વભરમાં ઓળખ અપાવવાનો છે.શેફ વિષ્ણુ મનોહરે જણાવ્યું હતું કે, "નાગપુરના પોહા આપણું ગૌરવ છે અને તે મધ્ય ભારતનો મુખ્ય ખોરાક છે. જે લોકો નાગપુર આવે છે તેમણે આ ખાસ વાનગી ચોક્કસ ચાખવી જોઈએ." તેમણે ઉમેર્યું કે, દેશી ચણામાંથી બનતી પ્રોટીનયુક્ત 'તરી' જ આ પોહાને અદ્વિતીય સ્વાદ આપે છે, જેની વિશેષતા ઘણા લોકો જાણતા નથી

