VIDEO: જમ્મુ-કાશ્મીરમાં મહિલા સશક્તિકરણ: ગ્રામીણ આજીવિકા મિશન યોજનાથી બદલાયું જીવન
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ માટે કેન્દ્ર સરકારનું રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ યોજના હેઠળ રચાયેલા સ્વસહાય જૂથો દ્વારા સ્થાનિક મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. મહિલાઓને ડેરી ઉદ્યોગ હસ્તકલા સિલાઈકામ અને ઓર્ગેનિક ખેતી જેવી પ્રવૃત્તિઓ માટે સહેલાઈથી લોન, તાલીમ અને બજાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે, જેનાથી તેમની આવકમાં મોટો વધારો થયો છે. પ્રશાસનના સક્રિય સહયોગને કારણે અત્યાર સુધી હજારો ગૃહિણીઓ સફળ ઉદ્યોગસાહસિક બનીને પોતાના પરિવારને આર્થિક ટેકો પૂરો પાડી રહી છે. આ મિશન માત્ર મહિલાઓનું આર્થિક સ્તર જ નથી સુધારી રહ્યું, પરંતુ કાશ્મીર ખીણના ગ્રામીણ અર્થતંત્રના સર્વાંગી વિકાસ અને સામાજિક સશક્તિકરણમાં પણ ક્રાંતિકારી ભૂમિકા ભજવી રહ્યું છે.

