VIDEO: હરીફ દેશો કરતાં સસ્તો ટેરિફ આપો તો જ સહી કરીશું: પિયૂષ ગોયલ
સોર્સ : gstv
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-અમેરિકા વચ્ચે થનાર વેપાર સમજૂતી કરાર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ મામલે ભારતનું સ્પષ્ટ વલણ જણાવી કહ્યું કે, જો અમેરિકા આપણા પ્રતિસ્પર્ધી દેશો જેમ કે, વિયેતનામ, બાંગ્લાદેશ, ચીન વગેરેની સરખામણીમાં ભારતને વધુ અનુકૂળ ટૅરિફ દર આપશે, તો જ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ગોયલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેના એક કાર્યક્રમમાં કહ્યું કે, જ્યારે અમેરિકા આપણા સ્પર્ધક દેશોની સરખામણીમાં ભારતને વધુ ટૅરિફ આપવા માટે તૈયાર થશે, ત્યારે અમે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપીશું અને તેની સંપૂર્ણ વિગતો જાહેર કરીશું. ભારત દ્વારા અંતિમરૂપ અપાયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સ્થાનિક વેપારીઓને નિકાસની મોટી તક મળશે.

