VIDEO: એએમસી સ્કુલ બોર્ડ ચૂંટણી: ભાજપના ૧૧ અને કોંગ્રેસના ૧ સભ્ય બિનહરીફ ચૂંટાયા
સોર્સ : gstv
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર રંજન મસીયાવાએ અંગત કારણોસર પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. આ ચૂંટણીમાં કુલ ૧૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં ભાજપના ૧૨ અને કોંગ્રેસના ૧ ઉમેદવાર સામેલ હતા. ફોર્મ પરત ખેંચાતા હવે ભાજપના ૧૧ અને કોંગ્રેસના શહેર પ્રમુખ સોનલબેન પટેલ સહિત કુલ ૧૨ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

