Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Will BRICS change the world economy? PM Modi's 3 words and silence all over the world!

VIDEO: શું BRICS બદલી નાખશે દુનિયાનું અર્થતંત્ર? PM મોદીના 3 શબ્દો અને આખી દુનિયામાં સન્નાટો!

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બ્રિક્સ (BRICS) સંગઠન જ્યારે પોતાના વિકાસના ત્રીજા દાયકામાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે નવી દિલ્હી ખાતે આયોજિત 'બ્રિક્સ બિઝનેસ ફોરમ'ના લીડર્સ સેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભ્ય રાષ્ટ્રો વચ્ચે આર્થિક સહયોગને વધુ મજબૂત અને પરિણામલક્ષી બનાવવા માટે સ્પષ્ટ અને વ્યવહારુ રોડમેપ રજૂ કર્યો છે. વડાપ્રધાને બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલને માત્ર વિચારો પૂરતા સીમિત ન રહેતાં મહત્વાકાંક્ષાઓને વાસ્તવિક કામગીરીમાં બદલવા અપીલ કરી હતી.

App Store

વડાપ્રધાને પોતાના સંબોધનમાં વૈશ્વિક આર્થિક પ્રગતિને નવી ગતિ આપવા માટે ત્રણ મુખ્ય લક્ષ્યો પર ભાર મૂક્યો હતો. જેમાં

ટોચના ૧૦ વેપારી અવરોધો દૂર કરવા રિપોર્ટ

બ્રિક્સ રાષ્ટ્રો વચ્ચેના મુક્ત અને સરળ વેપારમાં નડતરરૂપ બનતા સૌથી મોટા ૧૦ વેપારી અવરોધોની (Trade Barriers) ઓળખ કરી તેને તાકીદે દૂર કરવા માટે એક સર્વગ્રાહી અહેવાલ તૈયાર કરવામાં આવે.

વાર્ષિક ૧૦૦ સ્ટાર્ટઅપ્સનું ગ્લોબલ સ્કેલિંગ:

નવીનતા અને યુવા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે બ્રિક્સ દેશોના ૧૦૦ સ્ટાર્ટઅપ્સને એકબીજાના બજારોમાં વિસ્તરણ કરવા અને પગપેસારો કરવા માટે જરૂરી નાણાકીય, નીતિવિષયક અને બજાર સહયોગ પૂરો પાડવામાં આવે.

૧,૦૦૦ નવી ઔદ્યોગિક ભાગીદારી

સભ્ય દેશોના વેપાર, ઉદ્યોગો અને કંપનીઓ વચ્ચે મજબૂત સંબંધો સ્થાપિત કરવા માટે ઓછામાં ઓછી ૧,૦૦૦ નવી વ્યાવસાયિક ભાગીદારીઓ (Partnerships) રચવામાં આવે.

વાર્ષિક સમીક્ષા અને જવાબદેહી પર ભાર

આ માત્ર ઔપચારિક પ્રસ્તાવો ન બની રહે તે સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાને સ્પષ્ટતા કરી કે, આ ત્રણેય માપદંડો પર થયેલી વાસ્તવિક પ્રગતિની દર વર્ષે નિયમિત સમીક્ષા થવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે જવાબદેહી અને નિશ્ચિત સમયમર્યાદા વિના મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી શકાતા નથી.

સામૂહિક શક્તિમાંથી વૈશ્વિક ઉકેલોનું નિર્માણ

વૈશ્વિક પડકારો વચ્ચે બ્રિક્સની ભૂમિકા રેખાંકિત કરતાં વડાપ્રધાને કહ્યું કે, "આવો, આપણે બ્રિક્સની મહત્વાકાંક્ષાઓને વાસ્તવિક કામગીરીમાં ફેરવીએ અને આપણી સામૂહિક શક્તિને વૈશ્વિક ઉકેલોમાં પરિવર્તિત કરીએ. બ્રિક્સ પોતે પ્રગતિ કરે અને સાથે સાથે સમગ્ર વિશ્વને પણ વિકાસના પંથે આગળ ધપાવે."

વડાપ્રધાન મોદીનું આ આહવાન સ્પષ્ટ સંકેત આપે છે કે ભારત બ્રિક્સ મંચને માત્ર રાજદ્વારી મંચ તરીકે નહીં, પરંતુ વેપાર, ટેક્નોલોજી અને ઉદ્યોગસાહસિકતાના માધ્યમથી ગ્લોબલ સાઉથ સહિત સમગ્ર વિશ્વના આર્થિક પુનરુત્થાનના શક્તિશાળી એન્જિન તરીકે જુએ છે.