Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Wife makes serious allegations in the murder of BJP worker in Basirhat

VIDEO : ‘TMCના ગુંડાઓએ મારા પતિને મારી નાખ્યા’,  બસીરહાટમાં ભાજપ કાર્યકરની હત્યા મુદ્દે પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બસીરહાટમાં રાજકીય હિંસાની ભયાનક ઘટના સામે આવી છે. ગોડાઉન પાડા વિસ્તારમાં ભાજપના સક્રિય કાર્યકર રોહિત રોયની અજાણ્યા બદમાશોએ ગોળી મારીને કરપીણ હત્યા કરી દીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતક રોહિત રોયની પત્ની અર્પિતા દાસે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, આ હુમલા પાછળ તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા ગુંડાઓનો હાથ છે. લોહીલુહાણ હાલતમાં રોહિતને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ભાજપે આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી ન્યાયની માંગ કરી છે, જ્યારે પોલીસ અત્યારે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે.

App Store