VIDEO: હાઇવે પર ઉભેલા વાહનો માટે NHAI પાસે શા માટે નથી સર્વેલન્સ સિસ્ટમ?: સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે જો નેશનલ હાઈવે ઓથોરિટી પાસે તમામ સંસાધનો ઉપલબ્ધ છે, તો હાઈવે પર અટકેલા કે પાર્ક કરેલા વાહનોને તાત્કાલિક ટ્રેક કરવા માટે તેમની પાસે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ કેમ ન હોઈ શકે? જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચે રાજસ્થાનના ફલોદી વિસ્તારમાં નવેમ્બર 2025માં થયેલા માર્ગ અકસ્માત સંબંધિત સુઓ મોટો કેસની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા. આ મામલે એમિકસ ક્યુરી સીનિયર એડવોકેટ એ.એન.એસ. નાડકર્ણીએ હાઈવે પર વાહનોના પાર્કિંગના કારણે તાજેતરમાં થયેલા કેટલાક માર્ગ અકસ્માતોનો ઉલ્લેખ કર્યો હતો. કેસમાં રજૂ થયેલા એક એડવોકેટે જણાવ્યું હતું કે NHAI હાઈવે પર પેટ્રોલિંગ કરે છે. બેંચને જણાવવામાં આવ્યું હતું કે આ મામલે કેટલીક વચગાળાની અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ પછી સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી 13 ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી અને કહ્યું હતું કે તે હાઈવે પરથી દબાણો હટાવવા સંબંધિત અરજીઓ પર વિચાર કરશે.

