Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Why did JP Nadda get angry at the opposition in Rajya Sabha?

VIDEO: 'વિપક્ષની ભૂમિકા ના આવડતી હોય તો મારી પાસે ટ્યુશન લો', રાજ્યસભામાં કેમ ભડક્યા જેપી નડ્ડા

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Sansad TV

રાજ્યસભામાં મંગળવારે જોરદાર હંગામો થયો હતો. આ દરમિયાન આસન અને વિપક્ષના નેતાની સાથે જ પક્ષ અને વિપક્ષ વચ્ચે બબાલ થઇ હતી. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા રહેલા અરુણ જેટલીને કોટ કરી ડિસરપ્શનને વિપક્ષને લોકતાંત્રિક અધિકાર ગણાવ્યો હતો.

App Store

જેપી નડ્ડાએ વિપક્ષને ટ્યુશન લેવાની સલાહ
 
રાજ્યસભામાં નેતા સદન જેપી નડ્ડાએ વિપક્ષને ટ્યુશન લેવાની સલાહ આપી છે. હંગામા બાદ ઉચ્ચ સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. જેપી નડ્ડાએ કહ્યું, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે કારણ કે સંસદમાં પોતાના (ચેરના હરિવંશે) જે બે ઓબ્ઝર્વેશન આપ્યા છે, તે સદા માટે અંકિત રહેશે અને રેફરન્સ પોઇન્ટ બનશે આગળ પણ રાજ્યસભા ચલાવવા માટે.

સદનના નેતા હરિવંશને સંબોધિત કરતા જેપી નડ્ડાએ કહ્યું, તમે આજ રૂલિંગના માધ્યમથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યુ. જેપી નડ્ડા બોલતા હતા ત્યારે વિપક્ષે હંગામો કર્યો હતો. જે બાદ જેપી નડ્ડા ભડકી ગયા હતા અને સલાહ આપતા કહ્યું કે જ્યારે સત્ય સાંભળવાની તાકાત ના  હોય તો આ જ શબ્દ નીકળે છે.

જેપી નડ્ડાએ ઉપસભાપતિને સંબોધતા કહ્યું કે તમે આ સ્પષ્ટ કર્યું કે પ્રોસીડિંગને ડિસ્ટર્બ કરવા અલોકતાંત્રિક અને નિયમો વિરૂદ્ધ છે. તમે તે ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો જે ખલેલ પહોંચાડવાના હતા. જેપી નડ્ડાએ કહ્યું કે જો મારી બાજુમાં ઉભેલી કોઈ વ્યક્તિ સૂત્રોચ્ચાર કરે છે, તો તે લોકશાહી નથી.

જેપી નડ્ડાએ કહ્યું કે, 40 વર્ષથી વધુ સમય વિપક્ષમાં રહ્યો છું, મારી પાસેથી ટ્યુશન લો. નડ્ડાએ કહ્યું કે હું જણાવીશ કે વિપક્ષ કેવો હોય છે. અત્યારે તમે નવા નવા છો 10 વર્ષ જ થયા છે. અત્યારે 30-40 વર્ષ તમારે વિપક્ષમાં જ રહેવાનું છે.

 

 

 

ટોપિક્સ:RajyasabhaJP NaddaCongress