VIDEO: ટાટા ગ્રૂપના નવા બોસ કોણ? બોમ્બે હાઉસમાં કલાકો ચાલેલી બેઠક બાદ લેવાયો ઐતિહાસિક નિર્ણય!
મુંબઈ સ્થિત ટાટા ગ્રૂપના મુખ્યાલય 'બોમ્બે હાઉસ' ખાતે આજે ટાટા સન્સ બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક સંપન્ન થયા બાદ ટીવીએસ મોટર કંપનીના ચેરમેન એમેરિટસ અને ટાટા સન્સના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વેણુ શ્રીનિવાસન બોમ્બે હાઉસમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા.
ચંદ્રશેખરનને મળ્યું વધુ એક એક્સટેન્શન
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડ મીટિંગમાં એન. ચંદ્રશેખરનના સફળ કાર્યકાળની સમીક્ષા કરવામાં આવી હતી અને બોર્ડે તેમને આગામી બીજા પાંચ વર્ષના કાર્યકાળ માટે ટાટા ગ્રૂપના ચેરમેન તરીકે પુનઃનિયુક્ત કરવાની મંજૂરી આપી દીધી છે.
નેતૃત્વ હેઠળ ટાટા ગ્રૂપનો વિકાસ
એન. ચંદ્રશેખરનના નેતૃત્વ હેઠળ ટાટા ગ્રૂપે ડિજિટલ સ્પેસ, એરલાઇન્સ સેક્ટર (એર ઈન્ડિયાનું અધિગ્રહણ), ઈલેક્ટ્રોનિક્સ અને ઈવી (EV) સેક્ટરમાં મોટા પાયે વિસ્તરણ કર્યું છે. બોર્ડ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ગ્રૂપના તમામ પ્રોજેક્ટ્સ અને નીતિઓમાં સાતત્ય જળવાઈ રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ટૂંક સમયમાં કંપની દ્વારા આ સંદર્ભે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

