Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Whip announced for Congress MPs... asked to be present in the House from August 10 to 12

VIDEO: કોંગ્રેસના સાંસદો માટે વ્હીપ જાહેર... 10 થી 12 ઓગસ્ટ દરમિયાન ગૃહમાં હાજર રહેવા જણાવ્યું

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશનો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ, ચોમાસુ સત્ર દરમિયાન સંસદના નીચલા ગૃહ એટલે કે, લોકસભામાં પોતાની પૂરી તાકાત દર્શાવવાની તૈયારી કરી રહ્યો છે. કોંગ્રેસે શુક્રવારે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ જારી કર્યો છે. જે અંતર્ગત પાર્ટીએ પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજરી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના મુખ્ય પાર્ટીના પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ જારી કર્યો હતો. જેમાં તેમણે તમામ સાંસદોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ સોમવારથી બુધવાર સુધી એટલે કે 10, 11 અને 12 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાથી ગૃહમાં અનિવાર્યપણે ઉપસ્થિત રહે. આ સમયગાળા દરમિયાન ગૃહમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ સંજોગોમાં તેમની ગેરહાજરી સ્વીકારવામાં આવશે નહીં.

App Store