VIDEO: જંતર-મંતર પ્રોટેસ્ટમાં નાણાં ક્યાંથી આવ્યા? પોલીસ ફંડિંગ સોર્સ,સર્વર લોગ્સ અને યુટ્યુબર્સની કરશે તપાસ
જંતર-મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી'ના પ્રદર્શન મામલે દિલ્હી પોલીસના રડાર પર ત્રણ મોટી ખાનગી ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કંપનીઓ આવી છે. બીજી તરફ ૧૦૦થી વધુ યુટ્યુબર્સની ભૂમિકાની પણ તપાસ થઈ રહી છે. આ માટે પોલીસ આ કંપનીઓના દસ્તાવેજો અને પ્રવૃત્તિઓની ચકાસણી કરી રહી છે, જેથી એ જાણી શકાય કે શું આ વિવાદિત વીડિયોને જાણીબૂઝીને કોઈ ટૂલકિટ કે પીઆર સ્ટ્રેટેજી (PR Strategy) હેઠળ વાયરલ અને એમ્પલીફાય (પ્રચારિત) કરવામાં આવ્યો હતો કે નહીં.
ટૂંક સમયમાં મોકલાઈ શકે છે નોટિસ
આ સાથે જ આશરે ૧૦૦થી વધુ યુટ્યુબર્સને તપાસના દાયરામાં રાખવામાં આવ્યા છે. પોલીસ આ કંપનીઓના દસ્તાવેજો, સર્વર લોગ્સ અને આંતરિક પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ત્રણેય કંપનીઓના ટોચના અધિકારીઓ, મેનેજમેન્ટ અને કેટલાક યુટ્યુબર્સને પૂછપરછમાં સામેલ થવા માટે ટૂંક સમયમાં જ નોટિસ મોકલવામાં આવી શકે છે.
વીડિયો વાયરલ કરવા ટૂલકિટ કે પીઆર સ્ટ્રેટેજી
પ્રારંભિક ટેકનિકલ તપાસમાં પોલીસને આશંકા છે કે એક છોકરીનો વિવાદિત વીડિયો કોઈ સામાન્ય કે અચાનક વાયરલ થયેલો વીડિયો નહોતો. એવી શંકા છે કે તેને એક નક્કી કરેલી ટૂલકિટ કે પીઆર સ્ટ્રેટેજી હેઠળ ચોક્કસ સમયે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો અને એલ્ગોરિધમમાં ચેડાં (Manipulate) કરીને મોટા પાયે પ્રચારિત કરવામાં આવ્યો હતો. તેથી આ મુદ્દાની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. આ કેસના તાર હવે દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે પણ જોડાયા છે.
તપાસ એજન્સીઓ મુંબઈ સ્થિત એક પ્રમુખ ઈન્ફ્લુઅન્સર માર્કેટિંગ એજન્સી સાથે જોડાયેલા ઈનપુટ્સ અને તેમના ક્રિએટર નેટવર્કની પણ ચકાસણી કરી રહી છે. પોલીસને શંકા છે કે આ એજન્સી સાથે જોડાયેલા કેટલાક નાના-મોટા સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ અને યુટ્યુબર્સને જંતર-મંતરના પ્રદર્શનમાં ભીડ ભેગી કરવા અને માહોલ ઉગ્ર બનાવવા માટે વિશેષરૂપે એક્ટિવ કરવામાં આવ્યા હતા. જોકે, ટેકનિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે ખરેખર મામલો શું છે. પોલીસ દેશની શાંતિ વ્યવસ્થા અને સર્વોચ્ચ પદો પર બેઠેલા વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવતા કોઈપણ ડિજિટલ સિન્ડિકેટને બક્ષવાના મૂડમાં નથી.
ફંડિંગ નેટવર્કની પણ તપાસ ચાલુ
દિલ્હી પોલીસ આ સમગ્ર મામલામાં નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે. વિરોધ પ્રદર્શનને અચાનક સોશિયલ મીડિયા પર આટલો મોટો હાઈપ આપવા અને કંપનીઓને હાયર કરવા માટે પૈસા ક્યાંથી આવ્યા, તેની કડીઓ જોડવામાં આવી રહી છે.
આઈઆઈટી પટનાની એક વિદ્યાર્થીનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આંદોલન/વિરોધ પ્રદર્શન દરમિયાન ભીડ નિયંત્રિત કરવા માટે એકસમાન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં પ્રદર્શન દરમિયાન તૈનાત પોલીસકર્મીઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે 'નામનું બેજ' લગાવવું ફરજિયાત કરવાની માંગ કરાઈ છે. અરજદાર તોશિવા યાદવે અરજીમાં દાવો કર્યો છે કે પેપર લીકના મુદ્દા પર ૨૦ જુલાઈએ નવી દિલ્હીમાં 'સંસદ ચલો' વિરોધ-પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીમાં તે ઘાયલ થઈ ગઈ હતી.

