Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Waterlogging somewhere in the country, drought-like situation somewhere: Alert in North India, severe shortage of rainfall in Gujarat

VIDEO: દેશમાં ક્યાંક જળબંબાકાર તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ: ઉત્તર ભારતમાં એલર્ટ, ગુજરાતમાં વરસાદની ભારે અછત

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશભરમાં હવામાનની પેટર્નમાં ઝડપી ફેરફારો જોવા મળી રહ્યા છે. પહાડી વિસ્તારોની જેમ મેદાની વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પહાડી રાજ્યો માટે અતિ ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વ યુપીમાં સવારથી જ વરસાદનો દોર શરૂ થઈ ગયો છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

App Store

દિલ્હી અને યુપીમાં વરસાદનો માહોલ

દિલ્હી: રાજધાની દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદ અને આશરે 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશ: પૂર્વ યુપીના ગોંડા, બલરામપુર, બહરાઇચ, લખીમપુર ખીરી અને મહારાજગંજમાં ભારે વરસાદ નોંધાયો છે. અગાઉ બરેલીમાં સૌથી વધુ 141.3 મીમી, બિજનોરમાં 134 મીમી અને મુરાદાબાદમાં 114 મીમી વરસાદ નોંધાયો હતો.

બિહારમાં પૂરની કટોકટી

બિહારમાં પૂરનો સામનો કરી રહેલા લોકો માટે વરસાદે ચિંતા વધારી છે.

નદીઓમાં ઉભરો: ગંગા નદી પટનામાં પોતાના સર્વોચ્ચ જળસ્તરને વટાવી ગઈ છે, અને રાજ્યની અન્ય મુખ્‍ય નદીઓ પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

આગામી 24 કલાક: પટના હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સ્થિતિ

પહાડી રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને વાહનવ્યવહાર ખોરવાવાનો ભય છે.

ઉત્તરાખંડ: રાજ્યમાં 10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન વીજળીના કડાકા-ભડાકા અને ભારે વાવાઝોડા સાથે વરસાદનું અનુમાન છે.

હિમાચલ પ્રદેશ: હિમાચલમાં પણ અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતમાં મેઘરાજા રિસાયા, દ્વારકા સૌથી વધુ પ્રભાવિત

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ઘટ છે. સૌથી વધુ વરસાદની ઘટ દેવભૂમિ દ્વારકામાં 88 ટકા છે. દ્વારકામાં હજુ સુધી સીઝનનો માત્ર 6.81% જ વરસાદ વરસ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ વરસાદની ઘટ 73% પર પહોંચી છે. તો પોરબંદરમાં હજુ સુધી 18 ટકા જ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદની ઘટ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં 88 ટકા વરસાદની ઘટ છે, એટલે કે આ વખતે વરસાદ અહી વરસ્યો જ નથી. જે પ્રકારે અલનીનોની અસર થઈ છે, તે સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી છે. પોરબંદરમાં પણ 73 ટકા ઘટ છે, એટલે અહીંના ખેડૂતો અને રહીશો પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે સામાન્ય રીતે સૌરાષ્ટ્ર કચ્છમાં સારો વરસાદ હોય છે, અને આ વખતે સૌરાષ્ટ્રને વરસાદે સૌથી વધુ પ્રભાવિત કર્યું છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલી વરસાદી ઘટ?

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. જૂનાગઢ અને જામનગરમાં 61-61 ટકા ઘટ છે. જ્યારે ગીર સોમનાથમાં 40 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. રાજકોટમાં 34 ટકા વરસાદ ઓછો પડ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની ઘટ યથાવત છે. વડોદરામાં 32 ટકા અને છોટા ઉદેપુરમાં 30 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, સાબરકાંઠામાં 44 ટકા, જ્યારે મહેસાણા અને ગાંધીનગરમાં 27-27 ટકા વરસાદ ઓછો નોંધાયો છે. પૂર્વ ગુજરાતમાં દાહોદમાં 45 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. આમ, રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની અછતને કારણે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.