VIDEO: ગંગા એક્સપ્રેસવે પર જળબંબાકાર: વાહનવ્યવહાર ખોરવાયો
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બશીરતગંજ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગંગા એક્સપ્રેસવે અને તેના એપ્રોચ રોડ પર ભારે પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી એપ્રોચ રોડ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે નાના અને મોટા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. આ ઘટનાને પગલે અકસ્માતનો ભય પણ વધી ગયો છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ તંત્રની નબળી ડ્રેનેજ વ્યવસ્થા સામે રોષ વ્યક્ત કર્યો છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને પાણી નિકાલની કામગીરી ઝડપી બનાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

