VIDEO: વારાણસીમાં ગંગા નદી રૌદ્ર સ્વરૂપે
સોર્સ : gstv
ભારે વરસાદના કારણે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જળસ્તર વધવાને કારણે વારાણસીના તમામ ઐતિહાસિક ઘાટો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને પગલે પ્રખ્યાત ગંગા આરતીનું સ્થળ પણ બદલવાની ફરજ પડી છે. તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ગંગા નદીમાં નૌકા વિહાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને જળ પોલીસની ટીમોને એલર્ટ મોડ પર તૈનાત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો અને ઘાટ કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને નદી કિનારે ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે.

