VIDEO: વારાણસીમાં અવિરત વરસાદથી જળબંબાકાર
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં વિરામ બાદ શરૂ થયેલા અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના મુખ્ય માર્ગો, ચોકો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વારાણસીના ગોદોલિયા, સિગરા અને કેન્ટ રેલવે સ્ટેશન નજીકના વિસ્તારોમાં પાણી ભરાવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ગટર વ્યવસ્થા ઓવરફ્લો થતાં પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી દુકાનદારો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેને પગલે સ્થાનિક પ્રશાસને નાગરિકોને સાવચેત રહેવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે.

