VIDEO: પ્રયાગરાજમાં ગંગા યમુનાના જળસ્તર વધ્યા
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ગંગા અને યમુના નદીઓના જળસ્તરમાં વધારો નોંધાયો છે. નદીઓનું પાણી વધતાં શહેરના અનેક ઘાટો પણ પ્રભાવિત થવા લાગ્યા છે. ઘાટના કેટલાક ભાગો પાણીમાં ડૂબી જતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નદીના કિનારે પાણીનું સ્તર સતત વધતું જોવા મળી રહ્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને નદીના નજીકના વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ અને વધતા જળસ્તરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ ચિંતા વધી છે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં માટે તૈયારીઓ કરવામાં આવી છે.

