Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rahul Gandhi rained down on the government in 'Chhatrau Ki Goonj' program in Prayagraj

VIDEO: પ્રયાગરાજમાં 'છાત્રૌ કી ગૂંજ' કાર્યક્રમમાં સરકાર પર વરસ્યા રાહુલ ગાંધી

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પ્રયાગરાજમાં 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશનો યુવાન આજે બેહાલ છે અને સિસ્ટમે તેમને એક ચક્રવ્યૂહમાં ફસાવી દીધા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને સંબોધિત કરતા તેમણે શિક્ષણ વ્યવસ્થા, બેરોજગારી અને ડેટાની તાકાત વિશે ખુલીને ચર્ચા કરી હતી. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે મુખ્યત્વે ત્રણ બાબતો દર્દ,ડેટા અને દૌલત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે જે ધન કે સંપત્તિ યુવાનો પાસે હોવી જોઈએ, તે સરકારની ખોટી નીતિઓના કારણે તેમના સુધી પહોંચી રહી નથી અને યુવાનો આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.તેમણે સોશિયલ મિડિયાને એક નશો પણ ગણાવ્યો હતો..

App Store