Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Wall collapsed due to heavy rain: Six people are feared to be trapped

VIDEO: ભારે વરસાદે દીવાલ ધરાશાયીઃ છ લોકો ફસાયા હોવાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પુડુચેરીના મેટ્ટુપાલયમ લારી ટર્મિનલ નજીક ભારે વરસાદના કારણે એક દીવાલ અચાનક ધરાશાયી થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. દીવાલનો કાટમાળ નીચે ઓછામાં ઓછા છ લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ દળની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જેસીબી અને અન્ય સાધનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તૈયારી રાખવામાં આવી છે. સતત વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News