VIDEO: ઉદયપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન
સોર્સ : gstv
રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉદયપુર મહાનગરપાલિકા ઉપરાંત બે નગરપાલિકાઓ માટે પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાન મથકો પર મતદારોની અવરજવર જોવા મળી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદારોમાં પણ ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા અને બંને નગરપાલિકાઓના વિવિધ વોર્ડમાં મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

