Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Vladimir Putin was given a 21-gun salute and guard of honour at Rashtrapati Bhavan

Putin India Visit: રાષ્ટ્રપતિ ભવનમાં વ્લાદિમીર પુતિનને 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Putin India Visit: રાષ્ટ્રપતિ ભવનમાં વ્લાદિમીર પુતિનને 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
સોર્સ : GSTV

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત મુલાકાતે છે. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પુતિનનું ભારતમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું.

App Store

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદનો રશિયન રાષ્ટ્રપતિનો આ પ્રથમ ભારત પ્રવાસ છે, જે બંને દેશોના સંબંધોની ગંભીરતા દર્શાવે છે. પુતિન ગઈકાલે દિલ્હીમાં લેન્ડ થયા ત્યારે વડા પ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. સાંજે, પીએમ મોદીએ પુતિન સાથે ડિનરનું આયોજન કર્યું હતું.

 

પુતિન રાજઘાટ જવાના છે  જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.આજે પુતિન અને પીએમ મોદી 23મા ભારત-રશિયા સમિટમાં ભાગ લેશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિ ભવનમાં બંને દેશોના મહાનુભાવોનો પરિચય કરાવ્યો.

આજે પુતિનના પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ (5 ડિસેમ્બર 2025)

આજે વડા પ્રધાન મોદી સાથેની બેઠકમાં અનેક ક્ષેત્રો પર વાતચીત થવાની અને વેપાર, સંરક્ષણ અને ઊર્જા સંબંધિત ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. 

સવારે 11:00 વાગ્યે : સેરેમોનિયલ વેલકમ (ઔપચારિક સ્વાગત) માં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન જશે.

સવારે 11:30 વાગ્યે: પુષ્પાંજલિ અર્પણ કરવા માટે રાજઘાટની મુલાકાત લેશે.

સવારે 11:50 વાગ્યે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજાશે.

બપોરે 1:50 વાગ્યે : હૈદરાબાદ હાઉસમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જ્યાં મુખ્ય જાહેરાતો થવાની સંભાવના છે.

સાંજે 7:00 વાગ્યે : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરવા માટે રાષ્ટ્રપતિ ભવન જશે.

રાત્રે 9:00 વાગ્યે : ભારતમાંથી રશિયા માટે પ્રસ્થાન કરશે અને તેમનો પ્રવાસ સમાપ્ત થશે

ટોપિક્સ:putinindiagstv