VIDEO: વ્લાદિમીર પુતિનને મળ્યું એવું સરપ્રાઈઝ કે દુનિયા રહી ગઈ દંગ! પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિને ભેટમાં આપી આ તમિલ બુક્સ
નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તમિલ સાહિત્યના પ્રાચીન અને મહાન ગ્રંથ 'થિરુક્કુરાલ'નો રશિયન અનુવાદ ભેટમાં આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભારતની સાંસ્કૃતિક રાજદ્વારીની દિશામાં આ એક અનોખું અને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.
'થિરુક્કુરાલ' એ તમિલનાડુ અને સમગ્ર ભારતની સમૃદ્ધ વિરાસતનું પ્રતીક છે. મહાન સંત તિરુવલ્લુવર દ્વારા રચિત આ ગ્રંથમાં માનવ જીવનના મૂલ્યો, નૈતિકતા, રાજનીતિ અને સામાજિક આચારસંહિતા વિશે અદ્ભુત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ગ્રંથને રશિયન ભાષામાં ઉપલબ્ધ કરાવવાથી રશિયાના નાગરિકો પણ ભારતીય દર્શનશાસ્ત્ર અને પ્રાચીન જ્ઞાન સાથે ઊંડાણપૂર્વક જોડાઈ શકશે.
આ ભેટ દ્વારા પીએમ મોદીએ માત્ર ભારત અને રશિયા વચ્ચેના રાજકીય સંબંધોને જ મજબૂત નથી કર્યા, પરંતુ ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને ભાષકીય વિવિધતાને વૈશ્વિક મંચ પર ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું છે.

