Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Violent protests again in Delhi; Lathi charge after stone pelting, several policemen injured

VIDEO: દિલ્હીમાં ફરી હિંસક દેખાવો; પથ્થરમારા બાદ લાઠીચાર્જ, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના ટૉલ્સ્ટૉય માર્ગ પર NEET પરીક્ષાના મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન અચાનક હિંસા ફાટી નીકળી છે. ઉપદ્રવીઓએ સ્થળ પર તૈનાત સુરક્ષાકર્મીઓ પર ભારે પથ્થરમારો કર્યો હતો, જેમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

App Store

પોલીસ અને RAF ટીમો પર પથ્થરો અને લાકડીઓ વડે હુમલો

મળતી માહિતી મુજબ, ટૉલ્સ્ટૉય માર્ગ પર રેપિડ એક્શન ફોર્સ (RAF) અને દિલ્હી પોલીસની ટીમ દરરોજની જેમ સુરક્ષામાં તૈનાત હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અચાનક હિંસક બન્યા હતા અને પોલીસ તથા RAFના જવાનો પર મોટા પથ્થરો, બોટલો તેમજ લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો.

ભીડ પર કાબૂ મેળવવા લાઠીચાર્જ અને ટીયર ગેસના ગોળા છોડાયા

સ્થિતિ પર કાબૂ મેળવવા માટે RAF અને પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. ઉપદ્રવી ભીડને વિખેરવા માટે સુરક્ષા દળોએ હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ૨-૩ અશ્રુવાયુ (આંસુ ગેસ)ના ગોળા છોડીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

જંતર-મંતર પર વિરોધ ચાલુ, પથ્થરમારાનું કારણ અસ્પષ્ટ

NEET પેપર લીકના મુદ્દે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન હજુ પણ ચાલી રહ્યું છે. જંતર-મંતર પર ભેગી થયેલી ભીડ આગળ વધીને ટૉલ્સ્ટૉય માર્ગ પર પહોંચી હતી અને પથ્થરમારો શરૂ કર્યો હતો. જોકે, આ ઘટના શા માટે બની અને પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કેમ કર્યો, તેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. હાલ સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.