VIDEO: ગુડિંચા મંદિરમાં રથયાત્રાની જોરશોરથી તૈયારીઓ
સોર્સ : gstv
ઓડિશાના પવિત્ર યાત્રાધામ પુરીમાં આગામી ૧૬ જુલાઈ ૨૦૨૬થી શરૂ થઈ રહેલી વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાને લઈને ગુડિંચા મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહાપ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથયાત્રા દરમિયાન પોતાના મોસાળ એટલે કે ગુડિંચા મંદિરમાં ૭ દિવસ સુધી મુકામ કરવાના છે. જગન્નાથ મંદિરના દૈતાપતિ સેવક ભવાની દાસ મોહપાત્રા અને હરપ્રસાદ દાસ મોહપાત્રાએ જણાવ્યું કે, ભગવાનના સ્વાગત માટે ગર્ભગૃહને શણગારવા અને અન્ય પવિત્ર વિધિઓ પૂર્ણ કરવા માટે સેવકો રાત-દિવસ સેવામાં જોતરાયા છે. મંદિર પરિસરમાં ભક્તોની સુવિધા અને કડક સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી યાત્રા સુખરૂપ સંપન્ન થઈ શકે.

