Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Special malpuwa prasad for devotees at Jagannath temple in Ahmedabad

VIDEO: અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તો માટે ખાસ માલપુવાનો પ્રસાદ

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેટલાક મંદિર એવા છે જેઓ પ્રભુના દર્શનની સાથે તેના વિશેષ પ્રસાદ માટે જાણીતા છે. અમદાવાદમા આવેલા જગદીશ મંદિરમાં ખાસ માલપુવાનો પ્રસાદ બને છે. જગતનાનાથના દર્શન કરવા આવતા ભક્તો કાળી રોટી એટલેકે માલપુવા લીધા વિના જતા નથી. આમ તો અમદાવાદના જગન્નાથ મંદિરમા પ્રતિદિન માલપુવા બનતા હોય છે પરંતુ રથયાત્રા પહેલા  ભક્તોની સંખ્યા વધતા માલપુવાની કોન્ટીટી પણ વધારવામા આવે છે.મંદિરમા રસોડામા માલપુવા ગાંઠિયા અને બુંદીનો પ્રસાદ તૈયાર કરવામા આવે છે. ગોળ, ઘઉં નો લોટ, ધીથી બનતા માલપુવા બનાવવા પણ એક કળા છે. ઘરે બનાવાતા માલપુવા કરતા મંદીરમાં બનતા આ માલપુવા કંઈક અલગ જ હોય છે. મંદિરમા માલપુવા બનાવા માટે ખાસ કારગીરો છે. અહી ચાલતા ભંડારામા જમતા લોકોને તેમજ દર્શને આવતા લોકોને પ્રસાદ તરીકે આ માલપુવા આપવામા આવે છે. ક્રીષ્ન ભગવાનને માલપુવા પ્રિય હોવાથી માલપુવાના પ્રસાદની પરંપરા મહંત નરસિંહદાસજીએ શરૂ કરી હતી. ભગનાવ જગન્નાથને પ્રતિદિન માલપુવા,બુંદી,ગાઠિયાનો ભોગ લગાવામા આવે છે અને પછી પ્રસાદની વહેચણી શરુ થાય છે.

App Store