VIDEO: મહિલા અનામત બિલ વિવાદ: વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી
લોકસભામાં 17 એપ્રિલે મહિલા અનામત સંશોધન બિલ 'નાપાસ' થયું હતું, ત્યારપછી 18 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં આ બિલનો ઉલ્લેખ કરીને વિરોધ પક્ષે સારા પ્રયાસની ભ્રૂણહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે આ મામેલ કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ટી.એન.પ્રતાપને રાષ્ટ્રસંબોધન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે સંબોધનને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતાની અરજીમાં કહેવાયું છે કે, વડાપ્રધાને 18 એપ્રિલની રાત્રે લગભગ 8.30 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને સંબોધનમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુન્નેત્ર કડગમ અને સમાજવાદી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોની ટીકા કરી હતી. આ ઉપરાંત તેમણે વિપક્ષોને મહિલા અનામત વિરોધ ગણાવી મતદારોને જવાબ આપવાની અપીલ કરી હતી.

