Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Weather changes in Haryana: Thunderstorms and rain in Ambala

VIDEO/ હરિયાણામાં વાતાવરણ પલટાયું: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અંબાલામાં ગાજવીજ સાથે વરસાદ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હરિયાણાના અંબાલામાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે મે મહિનાની શરૂઆતમાં જ વરસાદ પડતા સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અંબાલા સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે. આજે સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ ગાજવીજ સાથે હળવો વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે-ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે. એક તરફ ગરમીમાં રાહત મળી છે, તો બીજી તરફ ખુલ્લામાં પડેલા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.  

App Store