VIDEO: દાલ સરોવરમાં પ્રવાસીઓની મોજ, કાશ્મીરની સુંદરતાનો આનંદ
શ્રીનગરના પ્રસિદ્ધ દાલ સરોવરમાં હાલમાં પ્રવાસીઓ ખુશનુમા વાતાવરણનો ભરપૂર આનંદ માણી રહ્યા છે.

શ્રીનગરના પ્રસિદ્ધ દાલ સરોવરમાં હાલમાં પ્રવાસીઓ ખુશનુમા વાતાવરણનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ગરમીથી બચવા માટે પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. દાલ સરોવરના શાંત અને આહલાદક જળમાં શિકારાની સવારી કરીને પ્રવાસીઓ કુદરતી સૌંદર્યને નિહાળી રહ્યા છે. સ્થાનિક વેપારીઓ અને શિકારા ચાલકો માટે પણ પ્રવાસીઓની આ આવકથી વ્યવસાયમાં નવી ચમક આવી છે. કાશ્મીરની આ સુંદરતા અને અનુકૂળ હવામાન પ્રવાસીઓ માટે એક યાદગાર અનુભવ બની રહ્યું છે.



