VIDEO/ બિલ્ડર પાસે ખંડણી માંગવા અને મારામારીના આરોપમાં TMC નેતાની ધરપકડ
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના વિધાનનગર વિસ્તારમાંથી એક મોટા રાજકીય સમાચાર સામે આવ્યા હતા . અહીં તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા સમરેશ ચક્રવર્તીની પોલીસ દ્વારા ધરપકડ કરી હતી મળતી માહિતી મુજબ, સમરેશ ચક્રવર્તી પર એક સ્થાનિક બિલ્ડર સાથે મારપીટ કરવા, તેને ધમકાવવા અને તેની પાસેથી કથિત રીતે મોટી રકમની ખંડણી માંગવાનો ગંભીર આરોપ લગાવામાં આવ્યા હતા પીડિત બિલ્ડરની ફરિયાદના આધારે વિધાનનગર પોલીસે ગુનો નોંધીને આ કાર્યવાહી હાથ ધરી હતી .આ હાઈપ્રોફાઈલ ધરપકડને પગલે વિસ્તારના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો , જ્યારે પોલીસ આ મામલામાં સંડોવાયેલા અન્ય શંકાસ્પદ લોકોની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરી હતી

