Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major ED action in Kolkata Municipal Corporation recruitment scam

VIDEO: કોલકાતા નગરપાલિકા ભરતી કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, TMC નેતા અને પૂર્વ મંત્રી સુજીત બોઝની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કોલકાતામાં કથિત નગરપાલિકા ભરતી કૌભાંડ મામલે પ્રવર્તન નિદેશાલય ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબી પૂછપરછ બાદ તૃણમૂલ કોંગ્રેસ TMC ના નેતા અને પૂર્વ મંત્રી સુજીત બોઝની ધરપકડ કરવામાં આવી છે. વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરતા પહેલા, નિયમ મુજબ તેમને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેના વીડિયો અને તસવીરો પણ સામે આવ્યા છે. દક્ષિણ દમદમ નગરપાલિકામાં થયેલી ભરતીઓમાં ગેરરીતિ અને નાણાકીય હેરાફેરીના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે મોડી રાત્રે ધરપકડ બાદ, આજે સવારે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના વિઝ્યુઅલ્સમાં તેઓ ED ના અધિકારીઓ સાથે જોવા મળ્યા હતા.મેડિકલ તપાસ પૂર્ણ થયા બાદ તેમને કોલકાતાની વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં ED તેમના રિમાન્ડની માંગણી કરી શકે છે.એજન્સીનો દાવો છે કે આ ભરતી કૌભાંડમાં આશરે 150 જેટલા ઉમેદવારોની ખોટી રીતે ભલામણ કરવામાં આવી હતી અને તેના બદલામાં આર્થિક લાભ મેળવવામાં આવ્યા હતા.  

App Store