VIDEO:સિક્કિમના નામચી નિર્માણધિન ટનલ દ્વાર બંધ થતાં 12 કામદારો અટવાયા
સોર્સ : gstv
સિક્કિમના નામચી જિલ્લામાં ભારે ભૂસ્ખલન સર્જાતાં નિર્માણાધીન સમરદુંગ રોડ ટનલનો પ્રવેશદ્વાર બંધ થઈ ગયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૨ કામદારો અંદર ફસાઈ ગયા છે. ભૂસ્ખલનને કારણે ટનલની અંદર ગેસ લીકેજની શંકા છે, જેના કારણે બચાવ કામગીરી જટિલ બની છે. NDRF, SDRF, પોલીસ અને ફાયર ટીમોના જવાનો ગેસ માસ્ક સાથે અંદર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા બચાવકર્મીઓને ચક્કર આવતાં બેભાન થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય પર છે અને ફસાયેલા કામદારોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

