Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Notorious RK Builder Group in controversy again in Rajkot, RMC Garden Branch issues notice

રાજકોટમાં નામચીન RK બિલ્ડર ગૃપ ફરી વિવાદમાં, મનપા ગાર્ડન શાખાએ ફટકારી નોટિસ

Timeછેલ્લું અપડેટ : 18 Jan 2025
લાઇવ ટીવીGoogle News
રાજકોટમાં નામચીન RK બિલ્ડર ગૃપ ફરી વિવાદમાં, મનપા ગાર્ડન શાખાએ ફટકારી નોટિસ

રાજકોટમાં નામચીન બિલ્ડર RK ગૃપ દ્વારા એરપોર્ટ રોડના ફૂટપાથ પર આવેલા વૃક્ષોનું છેદન કરતાં ત્યાંની સોસાઇટીના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેના પગલે RMC દ્વારા વૃક્ષોના નિકંદન મામલે બિલ્ડરને નોટિસ ફટકારવામાં આવી.

App Store

એરપોર્ટ રોડ પર 10થી વધુ વૃક્ષોનું નિકંદન

રાજકોટના નામચીન બિલ્ડર અને અવાર નવાર વિવાદોમાં રહેતા RK બિલ્ડર ગૃપ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. એરપોર્ટ રોડ પર સિંચાઇ નગર સોસાઇટી પાસે ફૂટપાથ ઉપર આવેલા 10 વધુ વૃક્ષો મોડી રાત્રે કાપી નાખવામાં આવ્યા હતા. આ વૃક્ષો સોસાઇટીના રહીશો દ્વારા વાવવામાં આવ્યા હતા. સોસાઇટી કે RMCની પરવાનગી વગર આ વૃક્ષોનું નિકંદન કરતાં સોસાઇટીના રહીશોએ આક્રોશ વ્યક્ત કરી રાજકોટ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. એક બાજુ રાજકોટમાં વૃક્ષો વાવવા અને બચાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તો બીજી બાજુ રાજકોટ મનપાના સત્તાધિશો સાથે બેઠક કરવા વાળા બિલ્ડરો કોઈ પણ જાતની પરવાનગી વગર વૃક્ષો કાપી રહ્યા છે.

RMCએ બિલ્ડર ગૃપને ફટકારી નોટિસ

એરપોર્ટ રોડ પરના આ વૃક્ષોના નિકંદન કરવાને મામલે રાજકોટ મનપા દ્વારા RK બિલ્ડર્સ ગૃપને નોટિસ મોકલવામાં આવી છે. મનપાના ગાર્ડન શાખા દ્વારા નોટિસ ફટકારી વિવાદીત RK બિલ્ડર ગૃપ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. નોટીસમાં યોગ્ય જવાબ નહીં મળે તો RK બિલ્ડર પર પોલીસ ફરિયાદ કરવાની તૈયારી મનપા દ્વારા દાખવવામાં આવી છે.