VIDEO: થૂથુકુડી દરિયાકિનારે દરિયાઈ વનસ્પતિ તણાઈ આવી
તમિલનાડુના થૂથુકુડીના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દરિયાઈ શેવાળ સી-વીડ કિનારે તણાઈ આ

તમિલનાડુના થૂથુકુડીના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દરિયાઈ શેવાળ સી-વીડ કિનારે તણાઈ આવવાની ઘટના સામે આવી છે. સામે આવેલા દ્રશ્યોમાં દરિયાકિનારાના વિશાળ પટ્ટા પર લીલા અને કથ્થઈ રંગની વનસ્પતિના થર જામી ગયેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્થાનિક માછીમારો અને પર્યાવરણવિદોના મતે, સમુદ્રના પ્રવાહમાં અચાનક આવેલા બદલાવ અથવા દરિયાઈ તોફાનના કારણે આ વનસ્પતિ આટલી મોટી માત્રામાં કિનારે આવી ગઈ છે. આ ઘટનાને કારણે સ્થાનિક માછીમારીની પ્રવૃત્તિઓ પર થોડી અસર પડી છે. વહીવટી તંત્ર દ્વારા આ સ્થિતિની દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય.




