VIDEO: તિરુવનંતપુરમની હોટલમાં આગ, અફરાતફરીનો માહોલ
સોર્સ : GSTV
કેરળના તિરુવનંતપુરમના થમ્પાનૂર વિસ્તારમાં આવેલી હોટેલ હાઇલેન્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ હોટેલમાંથી ધુમાડાના ગોટેગોટા ઊઠતા જોવા મળ્યા હતા અને આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાસ્થળે લોકોની ભીડ એકત્ર થઈ હતી અને પોલીસે જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.
આ પણ વાંચો :

