VIDEO: કોંગ્રેસની જીત બાદ તિરુવનંતપુરમની ગલીઓમાં નવા પોસ્ટરોએ સૌનું ધ્યાન ખેંચ્યું
સોર્સ : gstv
કોંગ્રેસની જીત બાદ તિરુવનંતપુરમની ગલીઓમાં નવા પોસ્ટરોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ પોસ્ટરોમાં કે.સી. વેણુગોપાલને રાજ્યના ભાવિ નેતૃત્વ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. શહેરભરમાં લાગેલા આ પોસ્ટરોમાં સૂત્ર લખાયું છે કે, "ઉમ્મન ચાંડી પછી હવે કે.સી.". સમર્થકો ઈચ્છે છે કે વેણુગોપાલ રાજ્ય સરકારમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે. વિજયના ઉત્સાહ વચ્ચે આ પ્રકારનું સમર્થન કેરળ કોંગ્રેસમાં નવા રાજકીય સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે હાઈકમાન આ માગ પર શું નિર્ણય લે છે.

