VIDEO: પૂંછમાં ગૂંજ્યો 'વંદે માતરમ'નો નારો: ડીસી ઓફિસથી સ્ટેડિયમ સુધી નીકળી ભવ્ય સાયકલ રેલી!
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં દેશભક્તિના રંગે રંગાયેલી વંદે માતરમ ત્રિરંગા સાયકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને પૂંછ ડીસી ઓફિસથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી, જે વિવિધ માર્ગો પરથી પસાર થઈને સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો અને નાગરિકો હાથમાં ત્રિરંગો લઈને ઉત્સાહભેર જોડાયા હતા. પૂંછના જિલ્લા વિકાસ કમિશનર અશોક કુમાર શર્માએ સ્થાનિકોના આ દેશભક્તિપૂર્ણ પ્રતિસાદને બિરદાવતા યુવાઓમાં દેશપ્રેમ અને ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ વ્યક્ત કર્યો હતો.

