મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પૂંછમાં ખેતરમાંથી જીવંત મોર્ટાર શેલ મળી આવતા ખળભળાટ

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના કુસલિયન ગામમાં ખેતીકામ દરમિયાન એક જીવંત મોર્ટાર શેલ મળી આ

તસવીર: gstv

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના કુસલિયન ગામમાં ખેતીકામ દરમિયાન એક જીવંત મોર્ટાર શેલ મળી આવતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોને આ શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ જોવા મળતા તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોને જાણ કરી હતી. માહિતી મળતા જ સેનાની ટુકડી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ શેલ પાકિસ્તાન તરફથી અગાઉ થયેલા ગોળીબાર દરમિયાન ત્યાં પડ્યો હોવાની આશંકા છે, જે ઘણા સમયથી જમીનમાં દટાયેલો હતો. સુરક્ષા દળોએ અત્યંત સાવચેતીપૂર્વક આ જીવંત શેલને સુરક્ષિત રીતે નષ્ટ કર્યો હતો, જેથી કોઈ મોટી જાનહાનિ ટળી હતી. સરહદી વિસ્તારોમાં અવારનવાર આવા જીવંત વિસ્ફોટકો મળી આવતા હોવાથી તંત્ર દ્વારા લોકોને ખેતરોમાં કામ કરતી વખતે સતર્ક રહેવા અને શંકાસ્પદ વસ્તુ દેખાય તો તરત જ જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો