VIDEO: કન્નૂરમાં SFIનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું
સોર્સ : gstv
કેરળના કન્નૂર શહેરમાં નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા રદ કરવાના વિરોધમાં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવેલું વિરોધ પ્રદર્શન ઉગ્ર અને હિંસક બન્યું હતું. કન્નૂર હેડ પોસ્ટ ઓફિસ તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓ અને કાર્યકરોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કરતા માહોલ તણાવપૂર્ણ બન્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરીક્ષાઓ રદ થવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહેલા નકારાત્મક પ્રભાવ સામે આક્રોશ વ્યક્ત કરતા વિદ્યાર્થી સંગઠનો દ્વારા આગામી દિવસોમાં પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

