VIDEO: સોનમ વાંગચુકની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા, દિલ્હીમાં હડકંપ
સોર્સ : gstv
દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની તબિયત બગડતાં દિલ્હી પોલીસે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે. ત્યારબાદ જંતર-મંતર પરથી પ્રદર્શનકારીઓને પણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વાંગચુક નીટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે 28 જૂનથી ઉપવાસ પર હતા. તેમણે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, NTAની નિષ્પક્ષ તપાસ અને વ્યાપક સુધારાની માંગ ઉઠાવી હતી. સ્વાસ્થ્ય સતત ખરાબ હોવા છતાં તેમણે 'ચલો સંસદ' અભિયાનમાં જોડાવા દેશવાસીઓને અપીલ કરી હતી.

