VIDEO: CJP વિરોધ પ્રદર્શન મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
સોર્સ : gstv
દિલ્હીમાં CJP વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે યુવાનોની સમસ્યા વાસ્તવિક છે અને સરકાર તેમની વાત સાંભળવાને બદલે તેમના ભવિષ્યને નુકસાન પહોંચાડી રહી છે. પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનને વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ સમજવાની અપીલ કરી હતી. તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રીને સમગ્ર મામલે જવાબદાર ગણાવી તેમના રાજીનામાની માંગને યોગ્ય ગણાવી હતી. વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે સરકાર યુવાનો, ગરીબો અને ખેડૂતો વિરોધી નીતિઓ અપનાવી રહી છે. અગાઉ મંત્રીઓ જવાબદારી સ્વીકારતા હતા, હવે સરકારે જવાબદારી નિભાવી તંત્રમાં જરૂરી સુધારા કરવા જોઈએ.

