Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : NCP protests against Congress in Mumbai over Sunetra Pawar issue

VIDEO: સુનેત્રા પવાર મુદ્દે મુંબઈમાં NCPનો કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકલે ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવાર અંગે કથિત અપમાનજનક ટિપ્પણી કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ નિવેદનના વિરોધમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના કાર્યકરોએ કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો. પ્રદર્શન દરમિયાન સુનેત્રા પવારની માફી માંગવાની માંગ પણ ઉઠી હતી. ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. વિરોધ દરમિયાન થોડા સમય માટે વિસ્તારમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. આ સમગ્ર ઘટનાને કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે અને બંને પક્ષો વચ્ચે રાજકીય ઘર્ષણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News