VIDEO: ભુવનેશ્વરમાં સેપ્ટિક ટેન્કમાં ગૂંગળાયા મજૂરો, ફાયર ટીમે બે શ્રમિકોને ઉગારી હોસ્પિટલ ખસેડ્યા!
સોર્સ : GSTV
ઓડિશાના ભુવનેશ્વર સ્થિત બીજેપી નગર વિસ્તારમાં એક નવી બંધાતી ઇમારતના બાંધકામ સમયે બે બાંધકામ મજૂરો સેપ્ટિક ટેન્કમાં ઉતર્યા હતા. ટેન્ક અંદર ઓક્સિજનની ભારે અછત સર્જાતાં ગૂંગણામણના કારણે બંને મજૂરો અચાનક બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ભુવનેશ્વર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહમત બાદ બંને મજૂરોને સેપ્ટિક ટેન્કમાંથી સલામત બહાર કાઢી રેસ્ક્યુ કર્યા હતા. ત્યારબાદ બંને પીડિતોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

