VIDEO: ઋષિકેશમાં ભારે વરસાદ: ગંગા કિનારે પ્રશાસન દ્વારા સઘન પેટ્રોલિંગ
ઉત્તરાખંડ સહિત ઉપરવાસમાં છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા અવિરત વરસાદને કારણે ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં જોરદાર વધારો થયો છે. નદી કિનારાના વિસ્તારોમાં પૂરનું જોખમ વધતાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરક્ષાના ભાગરૂપે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા પ્રખ્યાત ત્રિવેણી ઘાટ પર પેટ્રોલિંગ અત્યંત સઘન બનાવી દેવામાં આવ્યું છે. SDRFની ટીમો સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે સજ્જ છે. વધતા જતા જળસ્તરને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક નાગરિકો તેમજ બહારથી આવતા તમામ પ્રવાસીઓને ગંગા નદીના કિનારાથી દુર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. લોકોને ઘાટ પર ન જવા અને વહીવટીતંત્રની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે..આગામી સમયમાં ગંગાના જળસ્તરમાં હજુ પણ વધારો નોંધાઈ શકે છે જેને લઈને નદી કિનારાના ગામ અને શહેરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

