VIDEO: મુંબઈના કાલાચૌકી ચા રાજાની મૂર્તિનું ભવ્ય આગમન, ઢોલ-નગારા સાથે ભક્તો ઉમટ્યા
સોર્સ : gstv
મુંબઈમાં ગણેશોત્સવની તૈયારીઓ વચ્ચે કાલાચૌકી ચા રાજાની ગણપતિ મૂર્તિનું આગમન થયું. લાલબાગ વિસ્તારમાં ગણપતિ બાપ્પાની મૂર્તિના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના તાલ સાથે ભક્તોએ બાપ્પાનું સ્વાગત કર્યું હતું. મૂર્તિના આગમન દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો બાપ્પાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મુંબઈના પ્રસિદ્ધ ગણપતિ મંડળોમાં કાલાચૌકી ચા રાજાનું આગવું સ્થાન છે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે.

