VIDEO: સરકારી શાળાની દીવાલ ધરાશાયી
આંધ્ર પ્રદેશના પાર્વતીપુરમ મન્યમજિલ્લાના સાલુર શહેરમાં એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને ગંભીર દુર્ઘટના સામે આવી હતી . સાલુર સ્થિત એક સરકારી શાળાની જર્જરિત કમ્પાઉન્ડ વોલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી, જેના મલબા નીચે દબાઈ જવાથી ધોરણ 10માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે શાળા પરિસરમાં અને સમગ્ર વિસ્તારમાં ભારે શોક તેમજ રોષની લાગણી ફેલાઈ ગઈ હતી . ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્કૂલની જર્જરિત દિવાલ અંગે અગાઉ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલાં ન લેવાયા હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો અને વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેને લઈને પ્રશાસનની ઘોર બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા હતા

