Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત / VIDEO समाचार : Controversy over Kangana Ranaut calling the new generation and women of the new generation a drain

VIDEO: કંગના રનૌતે નવી પેઢી અને નવી પેઢીની મહિલાઓને ગટરછાપ કહેતા વિવાદ

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે નવી પેઢી ગટર જનરેશન અને અને નવી પેઢીની ભારતીય મહિલાઓને ગટર છાપ કહેતા વિવાદ થયો છે. કંગનાનું કહેવું છે કે આ મહિલાઓ સ્વતંત્ર મહિલાઓનો વાદ કરી નશો કરવો, દારૂ પીવો અને અસંખ્ય પુરુષો સાથે યૌન સંબંધ બાંધવાને સ્વતંત્રતા કહે છે. કંગનાએ એક લાંબી પોસ્ટ કરી છે જેમાં તેમણે નવી જનરેશન અને નવી પેઢીની મહિલાઓનો ઉલ્લેખ કરીને પોસ્ટ કરી હતી. ભાજપના સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે સોમવારે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર પણ વિવાદાસ્પદ અભિપ્રાય આપ્યો અને નવી પેઢીના પાલનપોષણ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મારી આખી જીંદગીમાં મેં ક્યારેય આટલી બધી કદરૂપતા એકસાથે જોઈ નથી. જેનજીના વિરોધ પ્રદર્શનોની આ રીલ્સ જોઈને ઘૃણા આવે છે.કંગનાએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાંથી લખ્યું છે, સૌથી શરમજનક વાત  યુવા હિંદુ મહિલાઓનું વર્તન છે, જે સ્વતંત્ર અને કારકિર્દી બનાવતી મહિલાઓના જીવનની નકલ કરવા માંગે છે. પરંતુ તે આઝાદી સાથે આવતી જવાબદારીઓને નિભાવવા માંગતી નથી. આગળ કંગનાએ લખ્યું, આજે કહેવાતી પશ્ચિમી વિચારસરણીથી પ્રભાવિત ભારતીય મહિલાઓની એક નવી પેઢી સામે આવી છે. હું તેમને ગટર છાપ જનરેશન કહું છું. આમાંથી કેટલીક પાસે સમાજને આપવા માટે કંઈ નથી.

App Store